Proud of Gujarat
FeaturedGujarat

દસ દિવસમાં વરસાદ નહીં, તો પીવાનું પાણી નહીં- અંકલેશ્વર નગરપાલિકા.

Share

દિનેશભાઇ અડવાણી

ગયા વર્ષ સમગ્ર ગુજરાતમાં ઓછો વરસાદ પડવાને કારણે સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે.હાલ ગુજરાતભરમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા ને પણ ઉકાઈ ડેમ દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરી દેતા અંકલેશ્વરમાં પણ પાણીની અછત સર્જાઇ છે.જેને ધ્યાનમાં લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 12 જૂનથી અંકલેશ્વરની પ્રજાને પાણી ઓછું હોવાના કારણે એક દિવસના આંતરે પાણી આપવાની જાહેરાત કરી હતી પરંતુ હાલ પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે.હવે અંકલેશ્વર નગરપાલિકા પાસે ફક્ત અંકલેશ્વરની પ્રજાને દસ દિવસ સુધી પાણી પહોંચાડી શકે એટલુંજ પાણી બચ્યું છે.જો દસ દિવસમાં વરસાદ નહીં પડે તો પાણીને લઈને ગંભીર સમસ્યા ઊભી થઇ શકે છે અને અંકલેશ્વરની પ્રજા દસ દિવસની અંદર જ પાણી વગર મુસીબતનો સામનો કેવી રીતે કરશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેન ચેતનભાઇ ગોળવાળાના જણાવ્યા અનુસાર પાણી ઓછું હોવાના કારણે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રજાને નમ્ર અપીલ કરવામાં આવી રહી છે કે પાણીનો બગાડ કરશો નહીં જેથી કરી તમામ અંકલેશ્વરની પ્રજાને પાણી પહોંચી રહે અને સારો વરસાદ પડશે તો રાબેતા મુજબ અંકલેશ્વરની પ્રજાને પાણી પહોંચાડવામાં આવશે.

Advertisement


Share

Related posts

પંચમહાલ – ગોધરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની અટક કરી…

ProudOfGujarat

વડોદરા : નારી સંરક્ષણ ગૃહની દીકરીઓના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધામધૂમથી લગ્ન યોજાયા.

ProudOfGujarat

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન : રાત્રે રીઝલ્ટ, ૪૪ ઉમેદવારોનું ભાવિ થયું સીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!