દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના સર્વોદય નગર પાસે આવેલ સૂકાવલીમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર ગામ માંથી ઉઘરાવવામાં આવેલ કચરો ખાલી કરવામાં આવે છે પરંતુ સર્વોદય નગરના સ્થાનિકોના જણાવ્યા મુજબ પાછલા કેટલાક દિવસોથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવેલ કચરાની સાથે-સાથે કેડીલા કંપનીનું કેમિકલ વેસ્ટ પણ અહીંયા નાશ થતું હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ તો કેડીલા કંપનીના ડ્રમ ઘટનાસ્થળ પર હોવાથી સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ ગુસ્સો જોવા મળ્યો હતો અને અંક્લેશ્વર નગરપાલિકાની સુકાવલીની જગ્યા ઉપર કેડીલા કંપનીના ડ્રમ શું કરી રહ્યા છે અને કયું કેમિકલ વેસ્ટને ખાલી કરવામાં આવે છે તેની તપાસ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.હવે કેડીલા કંપનીના ડ્રમમાં કયું કેમિકલ આવી રહ્યું છે અને કયા કેમિકલનો નાશ થાય છે તે હવે તપાસનો વિષય બન્યો છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્થાનિકોને શ્વાસ લેવામાં તથા રોગચાળો ફેલાઈ તેવી ગંભીર પરિસ્થિતિઓ ઊભી થતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.