દિનેશભાઇ અડવાણી
સામાજિક જવાબદારીના ભાગરૂપે જે સાંઈ મિશન હેપીનેસ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક પેન્સિલ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર માં છેલ્લા ૨ વર્ષ થી વિવિધ સામાજિક કાર્યો જેવા કે ભૂખ્યા ને ભોજન,જરૂરિયાતમંદ બહેનો ને અનાજ, કપડાં, કીટ વિતરણ અને આનંદ શાળા જેવા પરમેનન્ટ સામાજિક પ્રોજેક્ટ કરતી આવી છે. તે સાથે દર શૈક્ષણિક વર્ષમાં જે સાંઈ મિશન હેપીનેસ સંસ્થાના સભ્યો અને સેવાકીય દાતાઓ નોટબુક પેન્સિલ વિતરણનું પોતાની સામાજિક ફરજ સમજી અને સામાજિક જવાબદારીના ભાગરૂપે વિતરણ કરતા આવ્યા છે.જેમાં આનંદ શાળા પ્રોજેક્ટના ભાગરૂપે આજરોજ સંસ્થા દ્વારા પ્રથમ દિવસે ૪ સ્કૂલો જેમાં નવીદિવી,નવા દીવા,જૂનીદિવી અને જુના બોરભાઠા ગામ જેમાં કુલ ૮૬૧ બાળકોને ૨૫૮૭ નોટબુક અને ૧૭૧૨ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.બાળકોને નોટબુક અને ડાયરા સાથે પેન્સિલ,રબર અને પેનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.જેને લઈને બાળકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો.જે સાંઈ મિશન હેપીનેસ સંસ્થા દ્વારા આ શેક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૦૦૦૦ જેટલી નોટબુક,ડાયરાના વિતરણનો સંકલ્પ લીધો છે.