Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-કોસંબા નેશનલ હાઈવે વચ્ચે આવેલ શ્રી સાઈ સીતારામ હોટલમાં કરંટ લાગતા બે યુવાનના કરૂણ મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર કોસંબા હાઇવે નજીક આવેલ ધામરોડ ગામ પાસે શ્રી સાઈ સીતારામ હોટલમાં વીજ કરંટ લાગતા બે યુવાનોના ગંભીર મોત નિપજ્યા છે અને અન્ય એક યુવાનને ઇજા પહોંચવા પામી હતી.ઇજાગ્રસ્ત યુવાનને પાનોલીની વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ યુવાનો શ્રી સાઈ સીતારામ હોટલમાં કામ કરતા હતા તે દરમિયાન રાત્રિના સમયે સીડી થી ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક લોખંડની સીડીમાં કરંટ ઉતરતા બે યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું.મૃત્યુ પામેલ યુવાન પ્રકાશભાઈ વસાવા તથા હિતેશભાઈ અર્જુનભાઈ વસાવા ડેડીયાપાડા તરફ ના છે તેવું જાણવા મળ્યું હતું.ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ બન્યા બાદ જ સરકાર તથા બાળ મજુરી અભિયાનના અધિકારીઓ જાગતા હોય છે.હજુ પણ સમગ્ર ગુજરાતમાં એવી કેટલી હોટલો છે જ્યાં માલિકો પૈસાની લાલચ આપી બાળકો પાસે બાળ મજૂરી કરાવી રહ્યા છે. હવે તંત્ર આવી હોટલોને ક્યારે સકંજામાં લેશે એ હવે જોવાનું રહ્યું.

Advertisement


Share

Related posts

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી પ્રજાને વેઠવી પડશે હાલાકીઓ, પાણીથી લઇ લાઈટ જેવી સેવાઓ રહેશે બંધ.

ProudOfGujarat

સિંગતેલના ભાવમા થયો આસમાની વધારો : જાણો કેટલા રૂપિયાનો થયો ઉછાળો

ProudOfGujarat

ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર વિકાસદુબે MP પોલીસનાં હાથે ઉજ્જૈનથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!