ઉંડાણમાં મ્રુતદેહો ફસાયા હોવાથી શોધખોળમાં વિલંબની આશંકા. મ્રુતક એક યુવાનનો મ્રુતદેહ મોડી રાત્રે અંકલેશ્વર લવાયો.
દેડિયાપાડાનાં પ્રવાસન સ્થળ નિનોઇ ધોધ ખાતે ડૂબી ગયેલાં અંકલેશ્વરનાં ત્રણ યુવકો પૈકી બે યુવકોનાં ત્રણ યુવકો પૈકી બે યુવકોનાં મ્રુતદેહની શોધ ખોળ હજુ આ લખાય છે ત્યાં સુધી ચાલુ રહી છે. અંકલેશ્વર તાલુકાનાં ભરકોદરા ગામમાં પટેલ પાર્ક સોસાયટીમાં રહેતાં 8 યુવાનો સોમવારે નિનાઇ ધોધ ફરવા ગયા હતાં ત્યારે નહાવા પડેલાં યુવાનો પૈકી આકાશ બબુનજા, યશ સોની અને સંદીપ ચોહાણ ઊંડી કોતરમાં ડુબી ગયા હતાં. ડૂબીગયેલાં ત્રાણેય યુવકોની શોધખોળમાં વનવિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ એ ભારે જહેમત બાદ આકાશ ખખુનજા નો મ્રુતદેહ શોધી કાઢયો હતો જેને મોડી રાત્રે અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લવાયો હતો જ્યારે યશ સોની અને સંદિપ ચોહાણના મ્રુતદેહ આ લખાય છે ત્યાં સુધી મળ્યાં નથી. સ્થાનિકોના મતમુજબ ઊંડી કરાડ્માં મ્રુતદેહો ફસાઇ ગયા હોય તેવી સંભાવના છે. જોકે હજુ પણ તરવૈયાઓ, વનવિભાગનાંઅધિકારીઓ અને પોલિસ કાફલા દ્વારા તેમની શોધખોળનાં પ્રયત્નો હાથ ધરાયં રહ્યા છે. દરમિયાન આકાશ બબુનજાનો મ્રૂતદેહ જોતાં જ પરિવારજનોમાં હ્રાદયવિહારક વલોપાત અને શોક ફેલાઇ ગયો હતો.યશ સોની અને સંદિપ ચોહાણના પરિવાર જનો પણ હાલ શોકની ગર્તામાં ડૂબી ગયાં છે. અને પોતાના લાડકવાયાનાં મ્રુતદેહની વાટ જોતા નિનાઇ ખાતે જ ગઇકાલથી પ્રતીક્ષા કરી રહ્યા છે. પટેલ પાર્ક સોસાયટીમાં ઉપરાંત ભરકોદરા ગામ અને અંકલેશ્વર પંથકમાં આ કરૂણ ઘટનાથી શોકની લાગણી જોવા મળી રહી છે.