ONGC અને PWD દ્વારા હરિયાળો બેલ્ટ વિકસાવાયો હતો
દેખાભાળના અભાવે પર્યાવરણ દિને જ આખો આખો પટ્ટો સૂકોભઠ બન્યો
એક તરફ તા.૫ જુને પર્યાવરણ દિવસની ઉજવણી થસે ત્યારે અંક્લેશ્વરમાં મોટા ઉપાડે વિકસાવવા પેલાં ONGC નાં ગ્રીન બેલ્ટ મ્રુત:અવસ્થામાં જોવા મળી રહ્યો છે.
થોડા સમય પુર્વે જ ONGC નાં સહયોગથી PWD દ્વારા ONGC વર્કશોપની બહાર ગ્રીનબેલ્ટ ઊભો કરાયો હતો આ ગ્રીનબેલ્ટ નુ રંગેરંગે અને ભરપુર પબ્લિસીટી વચ્ચે લોકાર્પણ કરાયું હતુ જો કે અત્યારે આ આખોયે પટ્ટો ખતમ થવાંના આરે છે વર્કશોપની બંને તરફ નિર્માણ કરાવેલા ગ્રીનબેલ્ટનાં છોડવાઓ તેમજ ઘાસ સુધ્ધા સૂકાઈ ગયેલાં જોવા મળી રહ્યાં છે આટલું વિશાળ સંકુલ ધરાવતું ONGC વર્કશોપ તેમ જ એડમિનિસ્ટ્રીવ બિલ્ડિંગમાથી કોઈ પણ પ્રકારની માવજત આ ગ્રીનબેલ્ટ ની કરાતી ન હતી.સાથે જ PWD વિભાગે પણ આ પરત્વે ઉદાસીન વલણ દાખવતા આજે એવી પરિસ્થિતી છે કે ૫ જુને વિશ્વ પર્યાવરણ દિને જ આ ગ્રીનબેલ્ટ સૂકોભઠ્ઠ બની જવાનાં અંધાણ છે
આરંભે શુરાં જેવા નેતાઓ અને અધિકારીઓ ગાઈ વગાડી ને પર્યાવરણ જાગૃતિની ગુલબાગો પોકારે છે વિશ્વ પર્યાવરણ દિને એક દિવસ પૂરતું વૃક્ષારોપણ કરીને આ નેતાઓ સિશીયલ મિડિયા પર ભરપુર વાહવાહી મેળવવા હરિફાઈ માં ઉતરસે પરંતુ ૩૬૫ દિવસ જેની જરૂર છે એવાં વૃક્ષારોપણ અને એની માનવતાનો ભાર કોઈ ઉઠાવતું નથી જે અફસોસજનક બાબત છે.