Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- પશ્ચિમ બંગાળમા બનેલી ઘટનાને લઈને હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા મિટિંગ યોજવામાં આવી…

Share

દિનેશભાઇ અડવાણી

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલ હુમલાને લઈને સમગ્ર ભારતમાં ડોક્ટરો સરકાર વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે.તેના જ ભાગરૂપે આજરોજ અંકલેશ્વર હોમિયોપેથિક મેડિકલ એસોસિયેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં અંકલેશ્વરના તમામ ડોક્ટરોએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી અને સરકારને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જો આવી જ રીતના ડોક્ટર પર હુમલા થતા રહેશે તો ડોક્ટરોની સુરક્ષા કેટલી?.ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા જે બંધનું એલાન રાખવામાં આવ્યું હતું તેમાં અંકલેશ્વરના ડોક્ટરોએ પણ તેમના ફેંસલાને આવકારીને સાથ સહકાર આપ્યો હતો અને અંકલેશ્વરમાં પણ અનેક હોસ્પિટલો બંધ રાખવામા આવી હતી.અંકલેશ્વરના ડોક્ટરો દ્વારા સરકાર આ મુદ્દા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને ખરો નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી હતી.આ મિટિંગમાં અંકલેશ્વર હોમિયોપેથીક એસોસિયનના પ્રેસિડેન્ટ અજીતસિંહ વસી તથા ઓમકાર સિંહ ડોડીયા વગેરે ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

નર્મદા સુગર,ધારીખેડામાં 307 કર્મચારીઓ તથા પરિવારજનોએ કોવિડ બૂસ્ટર ડોઝ લીધો.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર સ્થિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!