Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર: આડા સબંધની રિષમાં યુવક્ની હત્યા કરાઇ…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના સારંગપુર ખાતે લક્ષ્મણ નગરમા એક ધાબે સુતેલા યુવકને પત્ની સાથેના આડા સબંધની રીષે મારમારી તેને ધાબા ઉપરથી નીચે ફેંકી હત્યા કરાયાની ધટના પ્રકાશમાં આવી છે.હત્યાની આ ઘટનામાં અંકલેશ્વરના લક્ષમણ નગર સારંગપુર ખાતે રહેતા મુળ મધ્યપ્રદેશના ભરોલીના રનેહી ગામના રહેવાસી અરૂણેન્દ્ર ઉર્ફે અરમાન અંકલેશ્વર ખાતે આવેલ હ્યુબેક કંપનીમાં નોકરી કરતો હતો.જેને નજીકમાં રહેતા ભરતલાલ જયકરણ કુસ્વાહની પત્ની સંગીતા સાથે આડો સબંધ બંધાયો હતો.તા.૧૪મી ની રાતે અરૂણેન્દ્ર ઉર્ફે અરમાન તેના ઘરના ધાબે સુતો હતો તે દરમિયાન પત્ની સાથેના આડા સબંધની રિષ રાખી ભરતલાલે ધાબે સુતેલા અરૂણેન્દ્ર ઉર્ફે અરમાનને કોઇ સાધન વડે મોઢા તેમજ માથા ઉપર મારી તેને જીવલેણ ઇજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવી અને તેને ધાબા ઉપરથી નીચે ફેંકી દઈ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઘટનાની જાણ અરૂણેન્દ્રના ભાઇ અનમોલને ભરતલાલ અને સંગીતાએ ફોન કરી કરતા તેણે ઘટના સ્થળે જઇ જોતા તેના ભાઇને મારમારી અને મોતા નીપજાવી ધાબા ઉપરથી ફેંકી દેવાનું જણાતા તેણે અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે હત્યારાઓ વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

ઝઘડિયાના રાજપારડી નજીક હાઇવા ટ્રકે ટક્કર મારતા બાઇક ચાલકને ઇજા.

ProudOfGujarat

વલસાડ : અકસ્માતનો આ છે વિકાસ : IRB તંત્રની બેદરકારીથી અકસ્માતની વણજાર, દંપતિનો બચાવ.

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!