Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુજલામ સુફલામ જળસંચય યોજના” અંતર્ગત  અભિયાન માં અંકલેશ્વર તાલુકા ના ઉંછાંલી ગામ માં આવેલ સિંચાઈ તળાવ ને પ્રાધાન્ય ના આપતા વિરોધ* 

Share

 *ગામના લોકો તરફથી કલેકટર સાહેબ ને  રજુઆત કરાશે*
સમગ્ર રાજ્ય ભરની સાથે ભરૂચ જિલ્લા  માં પણ દેશ ની સૌથી મોટી  સુજલામ સુફલામ જળસંચય યોજના અભિયાન નો પ્રારંભ કરાયો છે. ત્યારે અંકલેશ્વર તાલુકા ના  ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠેર ઠેર તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા ની કામગીરી નો પ્રારંભ કરાયો છે. ત્યારે અંકલેશ્વર તાલુકા ના ઉછાળી ગામમાં 1988 માં સિંચાઈ વિભાગ દ્વારા તળાવ બનાવવા ના હેતુ થી ખેડૂતો પાસે ખેતી ની 8 હેકટર થી વધુ જમીન સંપાદન કરી હતી . પરંતુ જે હેતુ માટે સંપાદન કર્યું હતું તેવું તળાવ બનવવામાં આવ્યો નથી. અનેકો વખત રજૂઆતો કરવામાં આવી અને જાહેરાતો પણ કરવામાં આવી છતાં ત્યાં તળાવ બનાવવામાં આવ્યો નથી . હવે જ્યારે સરકારે જળ સંચય ના હેતુ થી સુફલામ સુજલાંમ યોજના શરૂ કરી ત્યારે ખરે ખર આ તળાવ ને આ યોજના માં પૂરે પૂરું શામેલ કરવું જરૂરી હતું . ખરેખર આ વિસ્તાર માં નહેરો ના હોવા ના કારણે પાણી ની અછત રહે છે. ભગર્ભ જળ નીચા ગયા છે. ઉનાળા માં ઘણી વિકટ પરિસ્થિતિ સર્જાય છે. માણસો સાથે પશુ પક્ષી ઓ વિના પાણી એ મૃત્યુ થાય છે. હાલ માં જ ઉછાળી માં તળાવ થી થોડે દુર દીપડા નું મૃત દેહ મળ્યું હતું જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં પણ બતાવવામાં આવ્યુ છે કે પાણી ના અભાવે મરણ થયું છે. આમ અવિસ્તાર માં પાણી ની અછત હોવા ના લીધેજ આ જમીન સંપાદન થઈ હતી પરંતુ આયોજન ના અભાવે આજ સુધી તળાવ બન્યો નથી.
હાલ સુફલામ સુજલામ યોજના માં 43 વીંઘા ના  આ તળાવ માં ફક્ત 100મીટર ×50 મીટર ના ખોદકામ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફક્ત સરકારી તંત્ર ની લીપા પોથી સમાન છે.આટલા નાના વિસ્તારને ખોદી તેમાં જળ સંગ્રહ જ ન થાય તો જળ સંચય ક્યાંથી થશે? ઉછાળી ગામને શામેલ કર્યું એ કેહવા ખાતર આટલું નાનું વિસ્તાર સમાવેશ કરી કાર્યવાહી કરી નો સંતોષ કરાશે અને પેપર પર બતાવવામાં આવશે. પરંતુ આવા કામો થી જળ સંચય નો મૂળ હેતુ સિદ્ધ થવાનો નથી જેના માટે આટલી બધી પ્રસિદ્ધિ કરવામાં આવે છે.
સરકારે જ્યાં નહેરો નથી એવા ગામ ના તળાવો ને વધારે મહત્વ આપવું જોઈએ અને જ્યારે દેશ ની આટલી મોટી યોજના ચાલતી હોય અને તેમાં ઉછાલી ના તળાવનો નાનો વિસ્તાર સમાવેશ કરી ને આવિસ્તાર ની પ્રજા ને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યાં પેહલા થી જ તળાવો ઊંડા છે ત્યાં કામગીરી કરી ને ફક્ત ખોટી પ્રિસિધ્ધિ કરવા કરતાં વાસ્તવ માં જ્યાં જરૂરિયાત છે અને જે કામ કરવાથી ફાયદો થાય તેવી જગ્યાએ કામો કરવા જોઈએ. જેથી આપના હેતુઓ સિદ્ધ થાય.
ઉછાલી ગામના રહીશોએ  જણાવ્યું હતું કે તેઓ તથા આગેવાનો અને સ્વૈચ્છીક સંસ્થાઓ તરફથી આ બાબત ની રજુઆત કલેકટર સાહેબ ને કરવામાં આવશે. અને સાચી હકીકત સાહેબ ને જણાવવામાં આવશે જેથી હજુ પણ આયોજન કરી શકાય.

Share

Related posts

ઝઘડિયાના ભાલોદ ગામ ખાતેના રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો, વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો

ProudOfGujarat

અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે એસ.ટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા યુવતીનું મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ના દિવસો માં સિવિલ હોસ્પિટલ ને જી.એફ.એલ કંપની દહેજ દ્વારા વેન્ટિલેટરની સહાય કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!