દિનેશભાઈ અડવાણી
મળતી વિગત મુજબ અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીના બિલ્ડર રમેશભાઈ વલ્લભભાઈ સવાણી દ્વારા સર્વે નંબર-૭૪૧ વાળી જમીન અંગે બિન ખેતીની કાર્યવાહી ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ ચાલુ છે છતાં પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે આ જમીન પર બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની સનતકુમાર આર.પાંડેએ ભરૂચ-અંકલેશ્વરના શહેરી વિકાસ મંડળમાં રજૂઆત કરી હતી. બિલ્ડર દ્વારા બૌડામાં સમય મર્યાદા અંદર જરૂરી પુરાવા રજુ નહી કરવામાં આવતા ભરૂચ-અંક્લેશ્વા શહેરી વિકાસ મંડળના અધિકારીઓએ આજરોજ સાત જેટલા ગેરકાયદેસર બાંધકામો સીલ કરી કચેરીની મંજુરી નહી આપવામાં આવે ત્યાં સુધી બાંધકામો નહી કરવા આદેશ આપવામાં આવ્યા છે અને જો બિલ્ડર બાંધકામ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે બૌડાની આ કાર્યવાહીથી અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Advertisement