દિનેશભાઇ અડવાણી
હાલ સુરતમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં સેફ્ટીના મુદ્દે તંત્ર મોડે મોડે જાગી ઉઠ્યું છે ત્યારે સુરતની ઘટનાના દિવસો વીતતા જ ફરી એકવાર તંત્ર આંખ આડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે.અંકલેશ્વર શહેરની અંદર ખાનગી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં ડ્રાઈવરો વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ગાડીમાં બેસાડી મોતની સવારી કરાવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં ટ્રાફિક કર્મીઓ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને તંત્ર આ મુદ્દા પર ધ્યાન આપે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. સુરત જેવી કોઈ ઘટના અંકલેશ્વરમાં બનશે તેવી તંત્ર રાહ જોઈ રહ્યું હોય હાલ તો એવું જ લાગી રહ્યું છે.તંત્ર ખાલી સ્કૂલ ઉપર જ ધ્યાન આપશે કે પછી આવા ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને મોતની સવારી કરાવી રહેલા ડ્રાઇવરો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી આંખ આડા કાન કરી તંત્ર AC ની ઠંડી હવા લઈને ઓફિસોમાં ટાઇમપાસ જ કરતા રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.