Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ સફેદ કોલોનીમાં વીજ કરંટ લાગતા યુવાનને સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજ્યું હતું.અંકલેશ્વરના કોસમડી ગામ પાસેની સફેદ કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય રાકેશ વિજયસિંગ ગીરાશે પાણીની વીજ મોટર ચાલુ કરી પાણી ભરી રહ્યો હતો.દરમિયાન મોટરનો વીજ કરંટ પાણી મારફતે યુવાને હાથના ભાગે લાગતા તે પડી ગયો. જેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી : મંત્રીઓ, પદાધિકારીઓએ ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ ની થીમ પર યોગદિનની ઉજવણી કરી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં રાત્રિ દરમિયાન આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!