દિનેશભાઇ અડવાણી
ગઈ કાલે સાંજના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ નામાંકિત રામદેવ કેમિકલ માંથી પ્રદુષિત પેકીંગ મટેરિઅલ સહિત નો એક આઇસર ટેમ્પો ન.GJ16-AU-6105 ઝહડપાયો હતો.સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ ને માહિતી મળી હતી કે એક પીળા કલર નો આઇસર ટેમ્પો GJ16-AU-6105 પ્રદુષિત મટેરિઅલ નું ગેરકાયદેસર રીતે નિકાલ કરવા અર્થે પસાર થઈ રહ્યું છે તેથી આ ટેમ્પો ને રોકી આ ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવર પાસે કોઈ પણ જાતના કાયદેસરના વહનના ડોક્યુમેન્ટ ના મળતા અને શંકાસ્પદ જણાતા જી.પી.સી.બી ને જાણ કરાતા અધિકારી શ્રી જાદવ સાહેબ ઘટના સ્થળે ટિમ સહિત આવી પોહચ્યા હતા. પુછપરછ માં ડ્રાઈવરે જણાવેલ કે આ મટેરિઅલ કોઈ પ્રજાપતિ નામના ઇસમે રામદેવ કેમિકલ માંથી ખરીદયું છે અને તે નવજીવ હોટેલ પાછળ આવેલ ગોડાઉનમાં ખાલી કરવા અર્થે ભરેલ છે. જીપીસીબી દ્વારા ટેમ્પો ને પરત રામદેવ કેમિકલ માં લઇ જઇ કમ્પની માં જ ખાલી કરાવી ને સ્થળ પર જ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રામદેવ કેમિકલમાં ગાડી પાછી લાવતા કંપની સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તો અમે અમારી જ કંપનીમાં પ્રોસેસિંગ માટે મોકલી છે.જો કે તેમની સામે જ ડ્રાઈવરે કહ્યું હતું કે આ ટેમ્પો નવજીવન હોટેલ પાછળ ખાલી કરવા જઈ રહ્યો હતો આમ કંપની સંચાલકોની પોલ ખુલી પડી હતી.
અગાઉ અનેક વખત અકસ્માતના બનાવો બન્યા છે જેમાં રેલવે ની હદ માં આવુ જ પ્રદુષિત મટેરિઅલ સળગાવવામાં આવે છે. અન્ય સ્થળે આગના અનેક બનાવો બને છે.અથવા નિકાલ કરવા અર્થે જાણી બુઝીને સળગાવવા માં આવે છે ,અથવા ખાડીઓ માં છોડવા માં આવે છે.ચોમાસા ની ઋતુ માં આવા ગેરકાયદેસરના નિકાલ ના અનેક બનાવો જોવામાં આવે છે જેમાં ખાડીઓમાં કલરયુક્ત એફલુએન્ટ વહેતુ નજરે જણાય છે. આમ હવા અને પાણીને પ્રદુષિત કરવામાં આવો ગેરકાયદેસરનો નિકાલ જવાબદાર હોય છે. જેના પર અંકુશ લગાવવો જરૂરી છે.
કાયદેસર રીતે આવા પ્રદુષિત મટેરિઅલ નો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું કહેવામાં આવે છે અને એ શરતે જ કંપનીઓને મંજૂરી પણ આપવામાં આવે છે પરંતુ પોતાનો ખર્ચ બચાવવા અને કચરા માંથી પણ રૂપિયા કમાવવાની માનસિકતા રાખતા આવા ઉદ્યોગકારો પર્યાવરણ ને ગંભીર નુકશાન કરે છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને તાકીદ કરવામાં આવી છે કે જીપીસીબી ના કાયદાઓ નું,સુપ્રીમ કોર્ટના હુકમો નું અને હાઇકોર્ટે ના હુકમોનું વારંવાર અનાદર કરતા અને અંકલેશ્વર ને કલંક લગાડનારા આવા તત્વો સામે પારદર્શક અને અન્ય આવા અસામાજિક તત્વો ને બોધપાઠ રૂપ કાર્યવાહી કરવામાં આવે. રામદેવ કેમિકલ ના પાછલા વર્ષો નું ઉત્પાદન અને વેસ્ટ નિકાલ ના આંકડાઓ ની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે છે. તેથી આ બાબતે ઘનિષ્ટ તપાસ ની માંગણી કરવામાં આવી છે.