Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર ની ગજાનંદ સોસાયટી માં સુનિલ ભાઈ સોની ને ચાર થી પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા આંતરી રિવોલ્વર તથા ચપ્પુ ની અણીએ લુંટ વાનો પ્રયાસ કરાયો હતો

Share

અંકલેશ્વર ની ગજાનંદ સોસાયટી માં સુનિલ ભાઈ સોની ને ચાર થી પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા આંતરી રિવોલ્વર તથા ચપ્પુ ની અણીએ લુંટ વાનો પ્રયાસ કરાયો હતો. બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ ગજાનંદ સોસાયટી ખાતે રહેતા સુશીલ ભાઈ સોની ને ગત રાત્રી ના સમયે કેટલાક અજાણ્યા શખ્સો એ તેઓ ને બાન માં લેવા સાથે મરચા ની ભૂખી નાંખી રિવોલ્વર અને ચપ્પુ લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

લૂંટારુઓ અને સુશીલ ભાઈ વચ્ચે થયેલ ઝઘડામાં સુશીલ ભાઈ ના હાથ ના ભાગે ચપ્પુ ના ઘા વાગ્યા હતા …ત્યારે લૂંટારુઓ સ્થળ ઉપર થી પલાયન થઇ ગયા હતા.. સમગ્ર બનાવ અંગે ની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ અજાણ્યા લૂંટારીઓ ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા શહેર માં લૂંટારુઓ બિન્દાસ અંદાજ માં બેખોફ જે પ્રકારે ઘટનાઓને અંજામ આપવા મળ્યા છે તે પોલીસ માટે પણ પડકાર રૂપી ઘટના ઓ કહી શકાય તેમ છે કારણ કે ગત રોજ બપોરે જ બેન્ક માં નાણાં ભરવા ગયેલ શખ્સ ના ૧.૫૦ લાખ ની ચીલ ઝડપ અને રાત્રી ના સમયે ગજાનંદ સોસાયટી ની આ ઘટના અંકલેશ્વર પોલીસ ના કાયદા અને વ્યવસ્થા ના ધજાગરા ઉડાડતી હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : મેલેરિયા વિભાગનાં કર્મચારીઓને હાઉસ ટેકસનાં બિલો વહેંચવાની કામગીરી સોંપવામાં આવી જેનો નગરપાલિકા વિરોધપક્ષનાં નેતા સમશાદ અલી સૈયદએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન કરાયું.

ProudOfGujarat

ધોળીધજા ડેમ અને વડોદ ડેમ ઓવરફ્લો થવાથી નીચાણવાળા ગામોના તલાટી અને સરપંચશ્રીઓને ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!