દિનેશભાઈ અડવાણી
હાલ સમગ્ર ગુજરાતની અંદર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો હતો ત્યારે લોકો ગરમીથી ખૂબ હેરાન પરેશાન હતા.સમગ્ર ભારતના લોકો વહેલા તકે વરસાદ પડે તેવી પ્રાથૅના કરી રહ્યા હતા.છેવટે મોડે મોડે પણ અંકલેશ્વર શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થવા પામી છે ત્યારે સમગ્ર અંકલેશ્વરમાં લોકોએ ઠંડકની રાહત મળી હતી અને બાળકોમાં પણ વરસાદને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકો મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા. હાલ અંકલેશ્વરમાં પાણી ઓછું હોવાના કારણે પ્રજાને પીવાના પાણીની અછત પડી રહી છે ત્યારે હવે મેઘરાજાની એન્ટ્રી થી અંકલેશ્વર નગરપાલિકા તંત્રને પણ રાહત થઇ હતી.હવે લોકો સારો વરસાદ પડે તેવી પણ માગણી કરી રહ્યા છે જેથી કરી આવનારા સમયમાં લોકોને પીવાના પાણીની અછત ના પડે અને સમગ્ર ખેતી મા પણ આ વરસાદ લાભદાયી થાય જેથી કરી ખેડૂતોને પણ રાહત મળે.