Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-ખરોડ હાઇવે નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર ખરોડ હાઇવે નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.હાઈવે ક્રોસ કરતા દરમિયાન બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કલાકો સુધી હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ખરોડ ગામ નજીક વારંવાર આવા અકસ્માતો સર્જાયા કરતા હોય છે. જેનુ મુખ્ય કારણ રોડ ક્રોસિંગ છે ત્યારે ખરોડ ગામમાં સ્થાનિકોના કહેવા મુજબ તંત્ર દ્વારા આ મુદ્દા પર પગલાં ભરવામાં આવે અને વહેલા તકે બ્રિજનું નિર્માણ કરે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી કરી આવી ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય અને એક્સિડન્ટ પણ ઓછા થાય.અંકલેશ્વરના ખરોડ ગામ નજીક ચારથી પાંચ જેટલી સ્કૂલ આવી છે જેમાં ૫૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમને પણ આજ રોડ ઉપરથી પસાર થવાનું હોય છે. ત્યારે સરકાર આ મુદ્દા પર વહેલા તકે નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરુપે ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓનું આયોજન

ProudOfGujarat

પાંચ આંગળીઓથી મુઠ્ઠી બને છે, અલગ અલગ રાખશો તો છૂટી જશે, મુમતાઝ પટેલે કોંગી કાર્યકરોને આપી સમજણ.

ProudOfGujarat

ગોધરામાં મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાતા નવરાત્રીના દાંડીયાની દેશ-વિદેશમાં માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!