દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રથમ વર્ષ બી.એ અને બી.કોમ ની પ્રવેશ કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો છે.જે અંગે કોલેજ દ્વારા નોટીસ પણ કોલેજની બહાર લગાડવામાં આવી હતી. તેમજ યુનિવર્સીટી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન એડમિશનમાંથી કોલેજનું નામ દૂર કરવા રજુઆત કરી હતી.કોલેજ બંધ થવા સામે વિસ્તારના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.તપાસ કમિટીએ કોલેજની મુલાકાત લીધી હતી તેમજ વિદ્યાર્થીઓની રજુઆત બાદ છેલ્લા બે દિવસથી કોલેજ ખાતે ઓનલાઇન તેમજ ઓફ લાઈન એડમિશન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનીવર્સીટીએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
Advertisement