જી.પી.સી.બી. સેમ્પલ લઇ કડક કાર્યવાહી કરશે-યુનિટ હેડ જી.બી.ત્રિવેદી
નોટિફાઇડ એરિયા અને એસોસિએશન પણ જી.પી.સી.બી કરશે સપોર્ટ…….
જી.પી.સી.બી ને હાઇકોર્ટ્ની ફટકાર બાદ હવે તંત્ર હરકત મા આવી ગયું છે. એમાં પણ અંકલેશ્વર ઓધોગિક વસાહતના એકમોનો ભુતિયા કનેક્શના બાબતે હાઇકોર્ટના અવલોકનથી ઉધોગો પર ભારે તવાઇ આવે એવા એંધાણા છે. તા. બીજી મેના રોજ હાઇકોર્ટ તમામ કંપનીઓ પાસે ભુતિયા કનેક્શનો બંધ કરવાની બાહેધારી લેખિતમાં લેવાનો જી.પી.સી.બી. ને આદેશ કરી દેતા હવે જી.પી.સી.બી હરકત મા આવ્યુ છે. હાઇકોર્ટમાં તા. 10મી મે ના રોજની તારિખ છે. એટ્લે એક હપ્તામા ગુજરાત પ્રદુષ્ણ નિયંત્રણ બોર્ડ ધ્વારા મુખ્ય કેમિકલ ઉધ્યોગોની ૭૦૦ જેટ્લી ચેમ્બર ની તપાસ હાથ ધરી છે. જી.પી.સી.બી. ને આ કામમાં નોટિફાઇડ એરિયા અને એસોસિએશન પણ સહકાર આપ્વો ડ્શે . આ ચેમ્બરો માંથી જી.પી.સી.બી. સેમ્પલ લઇ તેનુ એનાલિસિસ કરી જે ત્યે ઉધ્યોગ સામે કાર્ય્વાહી પણ કરશે. આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ ના યુનિટ હેડ જી.બી. ત્રિવેડી એ જણાવ્યુ હતુ કે જી.પી.સી.બી. અગાઉ પણ કડક રીતે કાર્યવાહી કરતું જ હતુ પણ સ્થાનિક લેવલે જ આવાં પ્રદુષણ ફેલાવતાં ઉધ્યોગોની સામેની કાર્યવાહીમાં અન્ય અન્ય કેટલાંક પગદાર ઉધ્યોગપતિઓ અને ઉધ્યોગ મંડળનાં કેટલાક સભ્યો જ અવરોધ ઉભો કરી છાવરતાં ઓ પરંતુ હવે તમામ ચેમ્બર્સની તપાસ કરી ભૂતિયા કનેક્શનને ઝડપી પાડી બંધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જી.પી.સી.બી ને હવે આ કાર્યમાં નોટિફાઇડ એરિયા ઓર્થોરિટી અને અંક્લેઅશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન પણ સહકાર આપશે અને આ નોટિફીકેશન બહાર પાડી ને તમામ ઉધ્યોગોને બાંહેધારી લેખિત મા આપવા તાકીદ કરશે. હાઇકોર્ટનો ઓર્ડર આવી જતાં તાકીદની બેઠકનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
આ અંગે અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યુ હતુ કે અમે ૧૦મી તારીખ સુધીમાં તમામ પ્રક્રિયા આરોપી લેવા માટે જી.પી.સી.બી. ને સહકાર આપીશું. સાથે જ મહેશ પટેલે જણાવ્યુ હતુ કે અમે એક એફિડેવિટ કરીને હાઇકોર્ટમાં અપીલ કરી ને એફ.ઇ.ટી.પી પરત માંગીશું અને જો એ બાબતે હાઇકોર્ટ મંજુરી આપે તો એની એફિસીઅન્સ સુધારીને પ્રદુષણ ઘતાડીને ચોક્કસ પરિણામ આપીશું.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં ૧૦માવેનો કોમન અફ્લેઅન્ટ ટ્રીટ્મેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રોજેક્ટ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. સાથે જ અમદાવાદની વટવા ઇન્ડસ્ટ્રીઝની જેમ જ વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર સ્થાપ્વાની દિશામાં પણ ઇન્ડસ્ટ્રિઝ આગળ વધી રહી છે ત્યારે હાઇકોર્ટના કડક વલણ બાદ હવે અંક્લેશ્વર પ્રદુષણથી ક્રમશહ મુક્તથાય એવાં અંધાણા વર્તાય રહ્યા છે. હાલ તો જી.પી.સી.બી. ઉધ્યોગમંડળ અને નોટિફાઇડ ઓથોરિતી સાથે મળીને ૭૦૦ જેટલાં કેમિકલ ઉધ્યોગોની તપાસ બાદ કરેલાં ઉધ્યોગોનાં ભુતિયાં કનેક્શનો ઝડ્પે છે અને એમની સામે શુ પગલાં જી.પી.સી.બી. લેશે એના પર સૌની નજર છે અને ભુતિયાં કનેક્શન ધરાવતા ઉધ્યોગોમાં ફફ્ડાટ ફેલાઇ જવા પામ્યો છે.