Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- મોટરસાયકલ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત, અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કુમકુમ સોસાયટી સામે એક બાઇક અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ ટેન્કરને ઘટના સ્થળે જ રોકી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર બે બાઈક વચ્ચે નાનકડી ટક્કર થઈ હતી જેમાં એક બાઈક સવાર રોડ ઉપર જ પટકાયો હતો અને gj6 y 7121 નંબરના ટેન્કર તેમના માથા ઉપરથી પસાર થઇ જતા બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવાનની ડેડબોડીનો કબજો લઇ મૃતકના વાલી વારસદારોને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા. અકસ્માત દરમિયાન કલાકો સુધી ટ્રાફિક ના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement


Share

Related posts

રાજપીપળા : દેના બેંકનું BOB માં વિલીનીકરણ થયા બાદ કામગીરી ઢીલી થતા હજારો ગ્રાહકોને ધકકા.

ProudOfGujarat

કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1354 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!