દિનેશભાઈ અડવાણી
૧૬ વર્ષની દર્દી રવિતાબેન વસાવા કે જે નેત્રંગના રહેવાસી છે, તે અતિ ગંભીર એવી જન્મજાત સમયથી થયેલી હૃદયની બીમારીથી પીડાતા હતા. તેણીને હૃદયમાં મોટું કાણું હતું અને ફેફસાની રક્તવાહિનીઓ સંકોચાયેલી હતી. પણ નાણાંના અભાવે અને યોગ્ય માર્ગદર્શન ન મળવાથી, દર્દીને યોગ્ય સારવાર મળી ન હતી. સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલા નિઃશુલ્ક કેમ્પમાં ડૉ.રવિસાગર પટેલ (કાર્ડિયાક સર્જન) અને ડૉ.સ્નેહલ પટેલ (પીડિયાટ્રિક કાર્ડીઓલોજીસ્ટ) દ્વારા આ દર્દીની તાપસ થઇ હતી અને તેમને આગળની સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા કરાવવાનું માર્ગદર્શન અપાયું હતું.
આયુષ્માન કાર્ડ કઢાવ્યા બાદ દર્દી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દાખલ થયું હતું. કાર્ડિયાક સર્જરીની ટીમ ડૉ. રવિસાગર પટેલ (વરિષ્ઠ કાર્ડિયાક સર્જન), ડૉ. વિકેશ રેવડીવાલા અને ડૉ. રાજીવ ખરવર (કાર્ડીઓલોજીસ્ટ) દ્વારા દર્દીનું ઓપેરશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. દર્દી રવિતાબેનને ત્યારબાદ તંદુરસ્ત સ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દર્દી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવેલ નથી, હકીકતમાં તેણીને હોસ્પિટલ તરફથી ફ્રીમાં દવાઓ અને પાંચ વખત ફોલો અપ વિઝિટ માટેનો ખર્ચ પણ આપવામાં આવશે.
આ હોસ્પિટલ ભરૂચ અને નજીકના વિસ્તારમાં થતી માનવસેવાઓનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત, આ હોસ્પિટલમાં માં અને આયુષ્માન યોજાનાના લાભાર્થીઓની હૃદયની બધીજ શસ્ત્રક્રિયા મફતમાં કરવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં હોસ્પિટલની ટીમ આગામી ૮ મહિનામાં નજીકના સ્થળોએ આવા ૧૬ કેમ્પનું આયોજન કરવાની યોજાના બનાવી રહી છે. આ હોસ્પિટલ હવે પછીનો કેમ્પ ર૮ જૂને રાજપીપલા ખાતે શ્રુવીન બાળકોની હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે. બધાજ જરૂરિયાતમંદ હૃદયના દર્દીઓને શિબિરમાં આમંત્રણ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં હૃદયની સર્જરીના વિભાગને એક વર્ષ પૂરું થયેલ છે. આટલા ટૂંકા સમયગાળામાં લગભગ 4150 જેટલી હૃદયની સર્જરીઓમાં અને આયુષ્માન યોજાના અંતર્ગત તદ્દન મફતમાં કરી હતી.