વિનોદભાઈ પટેલ
છેલ્લા ૬ મહિનાથી અંકલેશ્વર જીઆઇડીસીની વિવિધ સોસાયટીઓમાં દુષિત લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ વારંવાર ઉઠવા પામી છે. ત્યારે એશિયન પેઈન્ટ ચોકડી નજીક વરસાદી કાંસનું દુષિત લાલ કલરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળવાથી લાલ પાણીનો પ્રશ્ન ઉદભવ્યો છે.કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા આ લાલ કલરનું પાણી છોડવાથી દુષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળવાથી લાલ કલરનું પાણી વિવિધ સોસાયટીઓમાં આવતું હોવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે.આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં જી.પી.સી.બી અને નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા યોગ્ય પગલા ભરવામાં નથી આવી રહ્યા તેવો સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.
Advertisement