Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- સગાઈની ના પાડતા યુવાનએ યુવતી પર કર્યા ચપ્પાના ઘા અને આપી જાનથી મારી નાખવાની ધમકી…

Share

વિનોદભાઈ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે રહેતી યુવતી અમ્રિતાબેન અખિલ દયાશંકર ગઈકાલ રોજ સવારના આશરે ૧૦ વાગ્યાના ગાળામાં એકટીવા લઇ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આઈ.ટી.આઈ જઇ રહી હતી, તે દરમિયાન પરત ફરતા મોબાઇલની દુકાને જતી હતી તે દરમિયાન સ્ટેશન રોડ ઉપર તેમનો મિત્ર રુદ્ર જેની સાથે યુવતીની સગાઈ થવાની હોય તે રુદ્ર તેમને રસ્તામાં રોકી યુવતીને પૂછપરછ કરેલ કે તું મારી સાથે વાતચીત કેમ નથી કરતી અને મને તારી સાથે વાતચીત કરવી છે એવુ કહી રુદ્ર યુવતીને અંકલેશ્વરના દીવા રોડ તરફ લઈ ગયો હતો, અને તું મારી સાથે કેટલા દિવસથી વાતચીત કેમ નથી કરતી અને મારી સાથે સગાઇ કરવાનું કેમ ના પાડે છે તેવી વાત કરતા અચાનક રુદ્ર એ પોતાના ગજવામાંથી ચપ્પુ કાઢી યુવતીને હાથના ભાગે તથા અન્ય ભાગ ઉપર ચપ્પુના ઘા કરી માર માર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ યુવતીએ પોતાની ગાડી લઈ હોસ્પિટલ તરફ જવાનો પ્રયાસ કરતાં યુવતીની એકટીવા ગાડી અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે યુવતીને ચક્કર આવતા પડી ગઈ હતી અને ત્યાંના રહીશોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી યુવતીનો જવાબ લઈને કાયદેસરનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ : ઘરફોડ ચોરીનાં બનાવો વધે તેવી સંભાવના.

ProudOfGujarat

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, કહ્યું- ચીન અને રશિયા વચ્ચે યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા.

ProudOfGujarat

અરવલ્લી SP શૈફાલી બરવાલે જીલ્લામાં ત્રણ દિવસ પ્રોહિબિશન ડ્રાઇવનો આદેશ અપ્યો, બુટલેગરોમાં ફફડાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!