Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નોબલ માર્કેટ પાસે કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અન્સાર માર્કેટ સ્થિત નોબલ માર્કેટ પાસે કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા આગના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગને પગલે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં તકલીફ ઉદભવી હતી.આગ અન્ય લાકડાના જથ્થામાં પણ પ્રસરતા વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક અંકલેશ્વર ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાની ગંભીરતાને પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જયારે પોલીસ પણ સ્થળ પર પહોંચી જઈ એકત્રિત થયેલા લોકોના ટોળાને વેરવિખેર કર્યા હતા. આગને કારણે ફાયર ફાયટરોએ મહા મહેનતે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદર સદનસીબે કોઈને પણ જાનહાની નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર સુપર માર્કેટમાં પણ આગની ઘટના પ્રકાશમાં આવી હતી. અવારનવાર અંકલેશ્વરની વિવિધ સ્ક્રેપની માર્કેટમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે જી.પી.સી.બીના અધિકારીઓ કેમ મોન ધારણ કરીને બેઠા છે તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

FIFA વર્લ્ડ કપમાં દીપિકા પાદુકોણને મળી મોટી જવાબદારી, પહેલીવાર બોલિવૂડ અભિનેત્રીને તક.

ProudOfGujarat

ઉમરવા ગામે ઘર આંગણે રમતા બાળક ઉપર દીપડાનો ખૂની હુમલો

ProudOfGujarat

બામણગામ નજીક આઇશર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકને રેસ્કયુ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!