Proud of Gujarat
FeaturedGujaratINDIA

*અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ તરફથી જાહેર થયેલા વચગાળાના સખ્ત હુકમો*

Share

( દિનેશ અડવાણી ભરૂચ )

 

Advertisement

આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં અંકલેશ્વર જીઆઇડીસીના પોલ્યુશન બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી જનહિત યાચિકા ના અનુસંધાને તેમજ અન્ય પિટિશનની સુનાવણી હાથ ધરી હતી અને અગાઉ ની સુનવણી વખતે જાહેર કરાયેલ અમેક્સ ક્યુરિ ( કોર્ટ મિત્ર) શાલીન મહેતા એ પણ એમનો રિપોર્ટ આજે રજૂ કર્યો હતો આજે આ રિપોર્ટ જોયા હતા અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોર્ટે આકરૂ વલણ લીધું હતું ને વચગાળાના ઓર્ડર તરીકે હુકમ કર્યોછે કે (1) અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જૂની અંડરગ્રાઉન્ડ લાઇન અઠવાડીયા ના સમય માં બંધ કરવી (2 )દરેક ઉદ્યોગગૃહોના માલિકો અથવા ટોચના જવાબદાર અધિકારીઓએ લેખિતમાં એફિડેવિટ સ્વરૂપે કોર્ટમાં જણાવવાનું છે કે તેમનું કોઈ ગેરકાયદેસરનું ડ્રેનેજ કનેક્શન નથી (3) જીપીસીબીને પણ જણાવ્યું છે કે કુલ ૭૦૦ ચેમ્બરોની હાલની પરિસ્થિતિ નો રિપોર્ટ અને પહેલાની પરિસ્થિતિના રિપોર્ટની summary કોર્ટને આપે

અગાઉ તારીખ 28 4 18 ના રોજ કોર્ટ મિત્ર શાલીન મહેતાએ એમની ચેમ્બરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ, જીઆઇડીસીના અધિકારીઓ, નોટિફાઇડના અધિકારીઓ ,આઈપીએલના અધિકારીઓ ને જનહિત યાચિકા કરનારાઓને તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારોને સાંભળ્યા હતા તે વખતે પણ શ્રી શાલીન મેહતા નું મુખ્ય ફોકસ અંડરગ્રાઉન્ડ ભુતિયા કનેક્શન બાબતની માહિતી મેળવવાની અને તેના સોલ્યુશન કઈ રીતે આવે એ બાબતની માહિતી મેળવવા ની. હતી તારીખ 28 .4 18ના રોજ જી આઈ. ડી. સી.એસોસીએશન તરફથી જીઆઇડીસી એસોસિએશન તરફથી પ્રમુખ સાથે પ્રમુખ મહેશભાઈ સાથે અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા અને તેમનો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો જ્યારે આજે કોર્ટમાં પ્રમુખ મહેશભાઈ એકલા એકલા જ હાજર દેખાતા હતા અને વિકટ પરિસ્થિતિ નો સામનો એકલા કરતા જણાયા હતા. અને તેમના વતી તેમના વકીલે પણ દલીલો કરી હતી જોકે આજે કોર્ટે ઘણો સખ્ત વલણ લીધું હતું અને ઉપરોક્ત આપેલા હુકમો એ વચગાળાના આદેશો છે . બીજી તારીખ 10 5 18 ના રોજ વધુ સુનાવણી થશે


Share

Related posts

સુરતના મહિલા કોર્પોરેટરએ રૂપિયા એક લાખની માંગણી કરતા 50000 રૂપિયા લેતા વચેટિયો ઝડપાઇ ગયો હતો જોકે દંપતી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

લીંબડીમાં ફુટવેરનાં વેપારીઓએ જી.એસ.ટી નો વિરોધ કરી લીંબડી સેવાસદન ખાતે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

આમોદ નગરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાના ઝુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!