Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં નજીવા મુદ્દે યુવાન પર તેના જ મિત્રએ ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના અને હાલ અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ લીમડી ચોકમાં રહેતા ૩૬ વર્ષીય શેરજહાન મહેમુદ રંગરેઝ તેના મિત્ર ઉમ્મીદ અખ્તર રંગરેઝ સાથે ભાડાના મકાનમાં રહે છે.જેઓ વચ્ચે ધંધાના હિશાબ બાબતે માથાકૂટ થઇ હતી જેની રીસ રાખી આવેશમાં આવી ગયેલા ઉમ્મીદ અખ્તર રંગરેઝે શેરજહાનના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તને પ્રથમ અંકલેશ્વરના નગર પાલિકાના દવાખાને લઇ જવામાં આવ્યો હતો જે બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

છોટાઉદેપુર : નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની સબ જુનિયર તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

વડોદરા : તરસાલી ખાતે વીર નર્મદ પ્રાથમિક શાળામાં ઝૉન કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦ ” ના ભાગરૂપે ભાઇઓની ૨ કિ.મિ. ની દોડ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!