Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ ન્યૂબર્ગ કંપનીમાંથી છ માસ અગાઉ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા મળેલ સૂચના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પો.સ.ઈ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો મેહુલભાઇને બાતમી મળી હતી કે ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ન્યુબર્ગ કંપનીમાં આશરે છ માસ અગાઉ એસ.એસ ની એંગલો તથા ટ્યુબની ચોરી થયેલ જે બાબતે ઝઘડિયા પોસ્ટ પોલીસ સ્ટેશન ગુ.રુ.નં-I ૧૮/૨૦૧૯ ઈ.પી.કો-ક ૪૪૭,૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતે હાજર છે. જે મળેલ બાતમી આધારે બે ઈસમો દાલમિયાખાન ઉર્ફે સઈદખાન S/O નેકસે ખાન રહે.હાલ મીરાનગર રૂમ નંબર-૪૨૬ રાજપીપળા રોડ, અંકલેશ્વર જીઆઇડીસી જીલ્લો.ભરૂચ મૂળ રહે ગામ કાથા તાલુકો.મેહોના જિલ્લો.ભીંડ મધ્ય પ્રદેશ અને દેવનભાઇ ઉર્ફે બોળો S/O ફુલસિંગભાઈ મોવાસીભાઈ વસાવા રહે.હાલ જીતાલી ફાટક પાસે મસ્જીદ ફળિયામાં ભાડેથી તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ.રહે ઝરણા પોસ્ટ-કાંટીપાડા તાલુકો.નેત્રંગ જિલ્લો.ભરૂચ ને ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પુછપરછ કરતા અન્ય સાથીદારો સાથી મળી ઉપરોક્ત ચોરી કર્યા હોવાની કબુલાત કરતા કાયદેસર કાર્યવાહી કરી ઉપરોક્ત બંને ઈસમોની અટક કરી છેલ્લા છ માસથી વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે.

Advertisement

ઉપરોક્ત કામગીરી પો.સ.ઈ વાય.જી.ગઢવી તથા અ.હે.કો ચંદ્રકાંતભાઈ શંકરભાઈ તથા અ.હે.કો અજયભાઈ રણછોડભાઈ તથા પો.કો મેહુલભાઈ જશવંતભાઈ તથા પો.કો હર્મેશભાઈ રમેશભાઈ તથા પો.કો અશોકભાઈ નારૂભાઇ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.


Share

Related posts

વાલીયા નેત્રંગ તાલુકાના રાજવાડી રીઝર્વ ફોરેસ્ટમાં રાષ્ટ્રિય પક્ષી મોર નો શિકાર કરનારાઓ વિરુદ્ધના ફોરેસ્ટ એક્ટ તથા વાઈલ્ડલાઈફ પ્ટેક્સન એક્ટની ના ગુનામાં સખત કેદની સજા

ProudOfGujarat

પંચમહાલ : બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને 50 પલ્સ ઓક્સિમીટરની સહાય કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!