વિનોદભાઇ પટેલ
ગઈકાલ રોજ બનેલ ઘટનામાં અંકલેશ્વરના મુલ્લાવાડથી ૨૦૦ કિલો માંસ સાથે એક આરોપીની અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જેમાં સાત જેટલી ગાયો જીવતી પકડી કરજણના પાંજરાપોળ ખાતે રવાના કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હોય તેવું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનોએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બિનવારસી હાલતમાં રખડતી ગાયો કતલખાને લઇ જવાતી હોય તેવી શંકાના આધારે આજરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બિનવારસી રખડતી તમામ ગાયોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંજરાપોળ મોકલી આપવામાં આવે તેવી અપીલ કરી હતી. વધુમાં યુવાનોએ જણાવતાં કહ્યું હતું કે પાછલા છ મહિનાથી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 150થી પણ વધુ બિનવારસી હાલતમાં ગાયો રાત્રી દરમિયાન ગુજરાન કરતી હોય છે ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા આ ગાયને ઉઠાવી જતા હોય તેવી પણ શંકા છે. ત્યારે વહેલાતકે આ બચેલી ગાયોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોઈ પાંજરાપોળ ખાતે રવાના કરવામાં આવે તેવી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગના યુવાનો દ્વારા એક અપીલ કરવામાં આવી હતી.