હાલમાંજ મુળ અંક્લેશ્વરના જુના દીવા ગામના અને વર્ષોર્થી દક્ષીણ આફ્રિકમાં સ્થાયી થયેલા માંજરા પરિવાના સભ્યોને સ્થાનિક નિગ્રો લોકોએ લુટના ઇરાદે કરપીણ રીતે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. આ બાબતે રાજયસભા સાસંદ અહમદભાઇ પટેલે વિદેશમંત્રી સુષમા સ્વરાજ ને આ અંગે ઘનિષ્થ તપાસ થાય અને દોષિતોને આફ્રિકન સરકાર સમક્ષ કડક રીતે મુદ્દો ઉથાવી એના પર અંકુશ લાવવા માતે પણ અહમદભાઈ પટેલે રજુઆત કરે છે. વધુમા તેમણે કેંદ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સમક્ષ આફ્રિકાની હાલની પરિસ્થીતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આફ્રિકામા હાલ અશાંતીઅને અરાજકતાનો મહોલ છે. ઠેર-ઠેર લડાઈઓ થઈ રહી છે. ભરૂચ જિલ્લા અને ગુજરાત ના સેંકડો પરિવારો આફ્રિકામા ભયના અધાર હેઠળ જીવી રહ્યા છે. અને ગુજરાતમા વસતા તેમના સગા સંબધીઓ સાથે કેટલાયનો સંપર્ક પણ થઈ શકતો નથી. જેથી અહીના પરીવારજનો પણ ભારે ચિંતામા છે અને સુરક્ષિત વાતાવરણમા પોતાના સ્નેહીજનો હોય એવી પ્રાથના કરી રહ્યા છે. અહમદભાઈ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આફ્રિકામા ફસાયલા તમામ ભારતીયોને સુરક્ષાનુ વાતાવરણ મળે અને તેઓના જાન-માલ નુ રક્ષણ આફ્રિકાન સરકાર પોતાના તમામ પ્રય્તનોથી કરે એ માટે ઘટતા પગલા લેવાની પણ રજુઆત કરી છે. વધુમા તેમણે જણાવ્યુ છે કે આફ્રિકામા વસતા તમામ ભારતીયોની સુરક્ષા અંગે વિદેશ-મંત્રાલય ઉચ્ચકક્ષાએ રજુઆત કરી તમામ ભારતીઓ સુરક્ષા માટે જરૂરી પગલા લેવા એમણે જણાવ્યુ છે.