વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેટલીક કંપનીઓની પીવાના પાણીની લાઈન માંથી લાલ કલરનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે. જી.પી.સી.બી. ની કચેરી થી થોડેક જ અંતરે લાલ કલરનું પ્રદૂષિત પાણી પીવાના પાણી ના નળો માંથી નીકળી રહ્યું છે.શિયાળો હોય કે ઉનાળો હોય વરસાદી ગટરો માં કેમિકલ વહેતુ નજરે જણાયું છે અનેક વખત ફરિયાદો અને અખબારી માધ્યમો દ્વારા આવા પ્રદુષણ ના મુદ્દાઓ ને તંત્ર ને ધ્યાને આવે જ છે છતાં તંત્ર આંખો મીંચી લીધી છે અને હવે આ પ્રદુષણ ને વિકાસ નો એક ભાગ હોય એવું માની લીધું હોય એમ લાગી રહ્યું છે.
જે રીતે ઉનાળામાં આ પરિસ્થિતિ છે તો એ જોતાં તો ચોમાસામાં આના થી પણ વધારે પરીસ્થિતિ ખરાબ આવશે એવું માનવામાં કોઈ ભૂલ નથી. પાછલા વર્ષો માં વરસાદી પાણી સાથે કલરયુક્ત કેમિકલ વેહવાના બનાવો બન્યા હતા. કેટલાક ઉદ્યોગોકારો ખેડૂતો કરતા વધારે વરસાદ ની રાહ જોતા હોય છે. વરસાદ માં તેમનું કેમિકલ છોડી દેવામાં આવે છે અને આમાં તેમને આર્થિક ફાયદો છે. પરંતુ આ નાના ફાયદા માટે તેઓ પ્રકૃતિ ને અને પર્યાવરણ ને ગમ્ભીર નુકશાન પોહચડે છે. અને આવા તત્વો ને તંત્ર તરફથી છૂટો દોર મળી ગયો છે. બહુ ગાજેલા અને કડક છાપ ઉભી કરનારા
જી.પી.સી.બી. ના અધિકારીઓ આ મામલે કેમ ઢીલા પડી ગયા એ બાબતે અનેક શંકા કુશંકા ઓ ની ચર્ચા પ્રજા માં ચર્ચાય છે. મજબૂત રાજકીય પીઢબળ આ માટે જવાબદાર હોય એવી પણ શંકાઓ વર્તાઈ રહી છે.
આ ડ્રેનેજ, નળ નું પાણી ન સાચવી શકનારા શાસકો આવનાર દિવસોમાં NCT ને સાચવવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને જાણવા મુજબ આ બાબતે એમને આશ્વશન પણ મળી ગયું છે તો આવી પોલમ-પોલ વ્યવસ્થા વાળા NCT ને કેમ સાચવશે!! કે ચલાવશે?
દર વર્ષે 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસે પર્યાવરણ ના નુકશાન અને તેના ઉપાયો ની ચર્ચા માટે મિટિંગો.સમારંભો અને સેમિનારો નું આયોજન કરવામાં આવતું હોય છે અંકલેશ્વર ખાતે ના જવાબદાર અધિકારીઓ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવા માટે ની મીટીંગો અને વર્કશોપ ના આયોજનો માં વ્યસ્ત થયાં છે. તેમને આ તેમની ઓફિસો ની નજીક નું પ્રદુષણ નજરે દેખાતું નથી. અને ફક્ત લીપાપોથી કરવા ખાતર આવા કાર્યક્રમો ના આયોજનો કરવામાં આવે છે કેમકે તેમને તેમની વડી કચેરી ના આદેશો નો અમલ કરવા અને ફોટાઓ પડાવવા અને આગળ પોહચડવા આ જરૂરી પણ છે.તાલુકા ની પ્રજા આ હવા પાણી ના પ્રશ્નો થી ત્રાસી ગઈ છે.હવે જે રીતે અન્ય વસાહતો જેવી કે વાપી અને વડોદરા ની વસાહતો ને NGT દ્વારા કરોડો રૂપિયા નો દન્ડ ફટકરાયો છે આવું જ અંકલેશ્વર ની વસાહત ને માટે પણ સંભાવના રહેલી છે અને તે માટે પ્રજા એ ફક્ત NGT માં ફરિયાદ કરવાની જરૂર છે. અને કેટલાક પર્યાવરણ વાદીઓ દ્વારા આવનારા દિવસો માં આવી જ ફરિયાદ થવાની ચર્ચા પણ છે.