Proud of Gujarat
FeaturedGujarat

હાંસોટ- 12 વર્ષીય બાળકને ફોરવિલ ગાડીએ ટક્કર મારતા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટ તાલુકાના કઠોદરા ગામ ખાતે 12 વર્ષીય બાળક રમેશભાઈ ભોળાભાઈ ભરવાડ રોડની સાઈડ પર ચાલી રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા ફોરવિલ ગાડીએ રિવર્સ લેતા એકાએક 12 વર્ષીય બાળકને અડફેટમાં લીધો હતો અને ફોરવીલ ગાડીનો ડ્રાઇવર ઘટના સ્થળ ઉપરથી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો.બાળકને માથાના ભાગે તથા અન્ય જગ્યા ઉપર ગંભીર ઇજા પહોંચવા પામી હતી. ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારજનો ઘટનાસ્થળ પર પહોંચી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જ હાસોટ પોલીસે એક્સિડન્ટનો ગુનો નોંધી અજાણ્યા કારચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.પરંતુ ગાડીનો નંબર ના જોવાથી ફોરવીલ ગાડીના ડ્રાઈવરને શોધવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનો સમક્ષ દાવેદારી રજુ કરાઈ…

ProudOfGujarat

ઝઘડિયાના સ.વાઘપુરા ગામે વેચાણ માટે રાખેલ વિદેશી દારુ ઝડપાયો

ProudOfGujarat

પંચમહાલનાં કલેકટરનું N.S. S. નાં સ્વયંસેવકોને પ્રેરક માર્ગદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!