( દિનેશ અડવાણી ભરૂચ )
હિન્દી ફિલ્મ ની જેમ લૂંટ ને અંજામ આપનાર લૂંટારૂઓ પોલીસ પકડ માં …..
ગૌરવ દિન ની ઉજવણીમાં વ્યસ્ત છતાં ભરૂચ પોલીસ ની પ્રશંસનીય કામગીરી….
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટી માંથી ૩.૫૦ કરોડ ની સનસનાટી ભરી લૂંટ માં ભરૂચ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી. જેમાં પત્ની નું એક્શન.ડ્રામા અને ખુંખાર મેંગલોર ના ડોન ની સંડોવણી ની સનસનાટી ભરી વિગતો સામે આવી હતી.
ગત તારીખ ૨૮/૦૪/૨૦૧૮ ના રોજ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં આવેલ ગુરુકૃપા સોસાયટી માં રહેતા મનસુખભાઈ નારણભાઈ રાદડિયાના ઘર માં પ્રવેશ કરી મનસુખ ભાઈ તથા તેમની પત્ની અને પુત્ર ને બંધક બનાવી ૩.૫૦ કરોડ ની સનસનાટી ભરી લૂંટ ને અંજામ આપવામાં આવ્યો હતો..જે સમગ્ર લૂંટ કાંડ ની ઘટના સોસાયટી ની સામે આવેલ મકાન ના સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી. લૂંટ કાંડ મામલે ભરૂચ જીલ્લા પોલીસ ની ટિમ તેમજ વડોદરા રેંજ આઈ જી ના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ ની અલગ અલગ ટિમો તપાસ માં લાગી હતી જેમાં ભરૂચ પોલીસ ને ગણતરીના સમય માં મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી અને સમગ્ર કાંડ માં ચોંકાવનારી સનસનાટી ભરી વિગતો જાણવા મળી હતી. લૂંટ બાદ પોલીસ ની પ્રથમ તપાસ લૂંટ થયેલ મકાન ની ઉપર ના ભાગે એક ઈશમ એકલો રહતો હોવાનું જણાઈ આવેલ જેથી પોલીસે તે દિશામાં અને ફરિયાદી ની પત્ની શીતલ તથા તેના દીકરા ની પૂછપરછ કરવામાં આવતા તે બાબતે વિરોધાભાસ જણાઈ આવતા વધુ પુછતાછ હાથધરતા ભાંડો પડી પોલીસ ને જણાવ્યું હતું કે. તેઓ ના પતિ સાથે અણબનાવ ચાલતો હોય જેના કારણે તેમના ઘરની ઉપર રહેતા લિંગપ્પા શિના સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. પતિ સાથે સતત અણબનાવ મેં કારણે પતિ મનસુખ ભાઈ ને રૂપિયા થી બરબાદ કરી સબક શીખવાડવા સારું શીતલે લિંગપ્પાને પોતાના ઘર માં પતિ દ્વારા એકત્રિત કરી થેલાઓમાં મુકવામાં આવેલ રૂપિયા લૂંટ કરી જવા સારું ટીપ આપી રૂપિયા મુકવાની જગ્યા બતાવી હતી. પોલીસ ના હાથે ઝડપાયેલ લિંગપ્પા શિના ની પુછતાછ માં પોલીસને સિલસીલાબંધ જણાવ્યું હતું કે ફરિયાદી મનસુખ ભાઈ રાદડિયા ના મકાન માં લૂંટ ની ઘટના ને અંજામ આપવા માટે લિંગપ્પા એ મેંગલોર ના મડુર કોટેકર.માધુપલ હાઉસ ખાતે રહેતા નારાયના સાલિયન ને જણાવ્યું હતું અને લૂંટ બાદ રૂપિયા માંથી પોતાને ભાગ આપવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નારાયના સાલિયન અંડર વર્લ્ડ સાથે સંકળાયેલ અને ૨ ખૂન તથા ૭ ખૂન ની કોશિષ અને ખંડણી જેવા અસંખ્ય ગુનાઓ માં સંડોવાયેલ છે..અને મેંગલોર માં ડોન ની ભૂમિકા થી પણ જાણીતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. લૂંટારુઓ ઘટના ના ત્રણ દિવસઃ પહેલા ગોવા થી ભાડા ની ગાડી લઇ કિમ આવી પહોંચી હોટલ કિમ પેલેસ માં રોકાયા હતા. બાદ માં લિંગપ્પા એ ઝડપાયેલ લૂંટારુઓ ને મનસુખ ભાઈ ના ઘર ની રેકી કરાવી હતી.. બાદ માં તારીખ ૨૭ મી ની રાત્રીના સમયે લૂંટારુઓએ મનસુખ ભાઈ રાદડિયા ના મકાન માં ત્રાટકી ૩.૫૦ કરોડ ની લૂંટ ને અંજામ આપી પલાયન થયા હતા…જેમાં સમગ્ર લૂંટ ને અંજામ આપતી વખતે આરોપીઓએ ચાલાકી પૂર્વક મોબાઈલ ફોન ની જગ્યા એ વોકી ટોકી નો ઉપયોગ કર્યો હતો જેથી સમગ્ર મામલા માં પોલીસ ને અંધારા માં રાખી શકાય. લૂંટ ને અંજામ આપ્યા બાદ અંકલેશ્વર થી મુંબઈ આર્ટિગા લઇ ફરાર લૂંટારુઓ મુંબઈ માં અલગ અલગ થી ગયા હતા જે અંગે પોલીસ ની ટીમો ઉંડાણ પૂર્વક ની તપાસ હાથધરી મેંગલોર અને ગોવા તરફ ધામા નાખ્યા હતા જ્યાં થી આરોપી નંબર ૧ રાકેશ બોનીફાસ ડી સોઝા રહે કનકનાડી કર્ણાટક નો ગોવા થી ઝડપાયો હતો જેની કડકાઈ થી પુછતાછ કરતા તેનો સાથી મહંમદ સાદીક યુસફ રહે.મેંગલોર.અબ્દુલ હમીદ રહે.મેંગલોર કર્ણાટકા.મહોમ્મદ આસિફ બસીર રહે.મેંગલોર કન્નાડ જેઓ ને ઝડપી પાડી સમગ્ર લૂંટ કાંડ મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી પુછતાછ કરતા તેઓ પાસે થી રૂપિયા ૨ કરોડ ૪ લાખ તેમજ આર્ટિગા ગાડી નંબર જીએ ૮ એમ ૨૪૨૬ .કી.મ ૪ લાખ એક દેશી હાથ બનાવટ ની પિસ્તોલ.પાંચ જીવતા કાટિઝ બે વોકીટોકી.મોબાઈલ ૫ મળી કુલ ૨ કરોડ ૮ લાખ ૨૫ હજાર ૭૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ પત્ની એ જ પતિ ને બરબાદ કરવા માટે ફિલ્મી કહાની ની જેમ પ્રેમી સાથે એક્શન.ડ્રામા.અને ખુંખાર વિલન જેવી ફિલ્મી કહાની ને રિયલ લાઈફ માં દર્શન કરાવ્યા હતા.
તો બીજી તરફ ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી પૂર્વે એક તરફ મુખ્યમંત્રી સહીત ના મંત્રીઓના ધામા ભરૂચ માં હતા અને તે સમય ગાળા દરમિયાન બનેલ કરોડો ની લૂંટ ની ઘટના બાદ ગણતરી ના કલાકો માં લૂંટારુઓને રેંજ આઈ જી અને ભરૂચ ની જાંબાઝ પોલીસે ઝડપી પાડી ગુનેગારો ને કાયદાનો ખોફ અને તેઓની કામગીરી ના દર્શન કરાવી લોકો વચ્ચે પ્રશ્નશાનું કેન્દ્ર બન્યા હતા.