વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ આર.એમ.પી.એસ સ્કૂલ ખાતે આજરોજ ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ખાતે બિલ્ડિગમાં આગ લાગતા બનેલી દયનિય ઘટના ફરીવાર ના બને તે ધ્યાને રાખી બિલ્ડિગનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની જોગવાયને આધીન તથા ગુજરાત ફાયર પ્રિવેંશન એક્ટ 2013 મુજબ બાંધકામ જણાયેલ નથી.આ ઉપરાંત ગુજરાત કોમન જીડીસીઆર મુજબનું બાંધકામ ન હોઈ તેથી હાલ પૂરતું તાત્કાલિક અસર થી બાંધકામ સીલ કરવામાં આવે છે. તેમજ આ બાંધકામના દસ્તાવેજી પુરાવા સહીત બી.યુ.સી સર્ટિફિકેટ બૌડા કચેરીમાં ત્રણ દિવસમાં જમા કરાવવા જણાવ્યું હતું. હુકમનું પાલન નહિ કરવામાં આવે તો સરકારની જોગવાય મુજબ કાર્યવાહી કરવાનો પણ હુકમ કર્યો હતો.તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલ આર.એમ.પી.એસ સ્કૂલ બાંધકામ અને મંજૂરીને લઇ છેલ્લા કેટલાક સમય થી વિવાદમાં સપડાયેલી છે. આ અંગે વહીવટી તંત્રમાં પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.