વિનોદભાઇ પટેલ
સામાન્ય રીતે ગરમીમાં બાળકો ન્હાવા માટે તળાવમાં પડતા હોવાના દ્રશ્યો સામાન્ય બાબત છે પંરતુ જે તળાવ માટે ગામ આખાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમાં જ ન્હાવા પડતા બાળકોના દ્રશ્યો ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.આ ઘટના અંકલેશ્વર ગામ તળાવની છે. જેમાંથી શહેરની ૧ લાખની વસ્તીને પાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ તળાવમાં પાણીની રખેવાળી માટે પાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. છતાં ટીમની ફરજમાં નિષ્કાળજીને કારણે કેટલાક બાળકો અંદર ન્હાવા પડે છે. જેઓ ડૂબી જવાની પણ સંભાવના રહેલી છે. તો આ ખુલ્લા તળાવમાં કોઈ અસામાજિક તત્વો કોઇ દ્રવ્ય ઠાલવી પાણી બિન આરોગ્યપ્રદ પણ બનાવે તેવી સંભાવના ઉદ્દભવી છે. આ બાબતે પાલિકા તંત્ર દ્વારા ગંભીર નોંધ લઇ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Advertisement