વિનોદભાઇ પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગામે-ગામ પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ખોદવાની કામગીરીનું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં પાણીની અછતને લઇને ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ખોદવાની યોજના બનાવવામાં આવી હતી.જેમાં ગામડે ગામડે પાણી સંગ્રહ કરવા માટે ઊંડા તળાવો ખોદવામાં આવ્યા હતા તેના જ ભાગરૂપે અંકલેશ્વર રામકુંડ વિસ્તાર નજીક પણ સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ખોદવામાં આવ્યું હતું જે હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે.આજદિન સુધી એ તળાવ કોઈપણ કામમાં ઉપયોગમા આવ્યું નથી અને હાલ પણ કોઈ પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ સુજલામ સુફલામ યોજના ફક્ત બિલ્ડરો અને ઉદ્યોગપતિના ફાયદા માટે બનાવવામાં આવી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલ તળાવની સંપૂર્ણ માટી નિયમો અનુસાર ગામના વિકાસ તથા સરકારી કામોમાં લગાવવાની હોય છે પરંતુ હાલ સમગ્ર ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ખોદવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માટી ફક્ત ઉદ્યોગપતિઓને અને બિલ્ડરોને અંદરખાને આપી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ સુજલામ સુફલામ યોજના સંપૂર્ણ રીતે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ફક્ત ને ફક્ત માટી ચોરી માટે આ યોજના બનાવવામાં આવી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.હાલ તળાવમાં ખોદાયેલી સંપૂર્ણ માટી કયા બિલ્ડરોને અને કયા ઉદ્યોગપતિઓને આપવામાં આવી છે તે હાલ તપાસનો વિષય છે.