Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા પાસે પેસેન્જર ભરેલી વાન પલટી: ૧ ઘાયલ…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર પુર ઝડપે પસાર થતી એક વાન અચાનક પલ્ટી મારતા વાનમાં સવાર એક પેસેન્જરને ઇજાઓ પહોંચી હતી.જેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.અંકલેશ્વર ભડકોદ્રા રોડ ઉપરથી પેસેન્જરો ભરી પસાર થતી મારૂતિ વાન નં. GJ-07-BN-1650 એકા એક પલ્ટી મારી જતા વાનમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે આ ઘટનામાં વાનમાં સવાર એક ઈસમ નેત્રંગના રહેવાસી ૪૫ વર્ષીય નરેંન્દ્ર ભગતને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ કરાતા ઘાયલને ૧૦૮ મારફતે સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ ઘટનામાં વાનને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

ProudOfGujarat

ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો કર્મી ૧૫૦૦૦ની લાંચલેતા એ સી બી નાં રંગે હાથે ઝડપાયો,એક ફરાર

ProudOfGujarat

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!