વિનોદભાઇ પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી ઈન્ડીકા કાર નંબર એમ.એચ.૦૪.જીડી.૧૮૫૯માં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉભી હતી તે વેળા બાતમી વાળી કાર આવતા પોલીસે થોભાવનો ઈશારો કરતા ચાલકે કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મી ધબે પીછો કરી યુપીએલ કંપની પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી વિદેશી દારૂના ૩૬૬ નંગ પાઉચ અને કાર મળી કુલ ૨.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દમણના ભીમપોર પટેલ ફળિયામાં રહેતા બુટલેગર મિલન ગજાનંદ પટેલ અને એક કિશોરને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement