Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જાગૃત યુવાનો દ્વારા સુરતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી.

Share

વિનોદભાઇ પટેલ

સુરત શહેરમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં લોકોના હૃદયને કંપાવી નાખે તેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. જેમાં સુરત શહેરના સરથાણા પાસે તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગવાના કારણે 23 જેટલા નાના ભૂલકાઓ સરકારની લાપરવાહી થી મૃત્યુ પામ્યા છે. જેને લઇને સમગ્ર ગુજરાતમાં લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે હાલ અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા પણ અંકલેશ્વરમાં સુરત માં મૃત્યુ પામેલ બાળકોની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે તેના માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું અને બીજીવાર આવી ઘટના નહીં બને તેની સાવચેતી સરકાર રાખે તેવી પણ યુવાનો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

લીંબડી નગરપાલિકા દ્વારા 15 સફાઈ કામદારની ભરતીમાં 500 લોકોએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ.

ProudOfGujarat

ધોરણ 10 અને 12 બોર્ડના વિધાર્થીઓનાં પરિણામની તારીખ થઈ જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!