વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર તાલુકાના રહીશ પરમાર મહેશભાઈ કલ્યાણસિંહ માંડવા તેઓને કોઈ કામ માટે આવકના દાખલાની જરૂર હોવાથી આવકના દાખલ માટે ફોર્મ ભર્યું હતું જે અર્થે અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી દ્વારા તારીખ ૨૯-૩-૧૯ ના રોજ આવકનો દાખલા આપવામાં આવ્યો હતો.પરંતુ આ દાખલ પર કોઈ અધિકારીના સિગ્નેચર ન હતા.અરજદારને સહી-સિક્કા વગરનો દાખલો આપવા આપવામાં આવ્યો હતો જ્યારે અરજદાર મહેશભાઈએ આ અંગે રજૂઆત કરતાં તાલુકા પંચાયતના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ દાખલો અમે તમને આપ્યો જ નથી. આ અંગે પરમાર મહેશભાઈનું કહેવું છે કે સરકારી કર્મચારીઓ પોતે ખોટું કરી રહ્યા છે. અરજદારોને ધરમધક્કા ખવડાવી સરકારની કોઈપણ પ્રકારની સહાય મેળવવા માટે અરજદારો ધકકા ખાઇ છે પરંતુ આવા અધિકારીઓ પ્રજાને હેરાન કરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા અધિકારીઓ સામે જિલ્લા કલેકટર શ્રી તાત્કાલિક પગલાં ભરે તો પ્રજાની હાલાકીમાં થોડો સુધારો થાય તેમ છે. હાલમાં સ્કૂલ ચાલુ થવાની છે ત્યારે એડમિશનની પ્રક્રિયા માટે તમામ પ્રકારના દાખલાઓ રજુ કરવાના હોય છે.