વિનોદભાઇ પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ આર.ટી.ઓ કચેરીના અધિકારી એમ.એસ.પંચાલ અને સ્ટાફ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે પર માંડવા નજીક વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન રેતી ભરીને આવતી ટ્રકને રોકવાનો ઈશારો કરતા ટ્રક ચાલકે અધિકારીઓ પર ટ્રક ચઢાવી દેવાની કોશીક કરી ટ્રક હંકારી મૂકી હતી.અધિકારીઓએ ટ્રકનો પીછો કરતા ફરી ચાલકે સરકારી ગાડીને અડફેટે લેવાની કોશિશ કરતા આર.ટી.ઓ અધિકારીઓએ અન્ય ખાનગી કાર આગળ આડી કરી દઈ ટ્રકને ડીટેઇન કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે ટ્રક ચાલક નવગણભાઈ ભરવાડે આર.ટી.ઓ અધિકારીઓએ તેને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement