Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: જી.આઇ.ડી.સી ની યુપીએલ કંપનીની સિક્યુરીટી ઓફિસમાં પાણી ભરેલ બેકાબુ ટેન્કર ભટકાતા દોડધામ મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ટેન્કર નંબર-જી.જે.૧૨.વી.૯૭૩૭નો ચાલક પાણી ભરીને અંકલેશ્વરની યુપીએલ યુનિટ-૩ કંપની નજીકથી પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન ટેન્કર ચાલકનો સ્ટેયરીંગ પર કાબુ નહી રહેતા ટેન્કર યુપીએલ કંપનીના ગેટ નંબર-૨ પાસે બાઈક લઈને ઉભેલા શિવાજી યાદવની બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કર સિક્યુરીટી ઓફિસમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં સિક્યુરીટી જવાન શુભમ પટેલને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે બાઈકને નુકશાન થવા પામ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

ProudOfGujarat

ગુજરાતમાં સી પ્લેન આવે એ પહેલા તો જેટી તણાઈ ગઈ, વાસણા સુધી ટૂકડા પહોંચ્યા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!