Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા યજ્ઞ તથા ભારતીય સેના માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Share

વિનોદભાઇ પટેલ

શ્રી ખોડલધામ યુવા સમિતિ અંકલેશ્વર સમાજ સેવા ના કાર્યો માટે હરહંમેશ કોઈ ને કોઈ સમાજ માટે તેમજ દેશની આર્મી માટે તત્પર રહે છે. જે સમસ્ત લેઉવા પટેલ સમાજના સંગઠન ને મજબુત બનાવવા માટે થનગનતી હોય છે. જેમાં રવિવારે તારીખ ૨૬/૫/૧૯ ના ૫૧ કુંડ હવન અને ભારતીય સેનાને સમર્પિત બ્લડ કેમ્પ યોજાયો જેમાં ૭૦૧ લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવનાર હતું પરંતુ સુરતમાં જે આગને લીધે માસુમ બાળકો ના અવસાનને કારણે ખૂબ જ સાદી રીતે હવન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. જેમાં મેજર મિહીર પાનસુરીયાની રકતતુલા થઈ અને સેના જવાનોને સન્માનિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા ખોઙલધામ સમિતિ ના માર્ગદર્શન અને સરદાર પટેલ સમાજ યુવા મિત્ર મંડળ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ જેસીઆઈ ખોડલધામ મહિલા સમિતિ ના સહકાર થી થયો.સુરત માં જે આગને કારણે અવસાન થયા તેમના માટે બે મીનીટનું મૌન પાડ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લાના સમસ્ત લેઉવા પટેલ સમાજ તમામ સંસ્થાઓ અને ખોઙલધામ યુવા સમિતિ ના સ્વયં સેવકો ખડે પગે જહેમત ઉઠાવી હતી.

Advertisement


Share

Related posts

વહેલી સવારે દુબઈ ટેકરી વિસ્તારમા પાણી ધોરવા બાબતે મારા-મારી થતા ૬ ને ઇજા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઈડ એરિયામાં લારી-ગલ્લાઓ હટાવવામાં આવતાં ગરીબોની રોજગારી છીનવાઇ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનની પહેલ : ભરૂચ ખાતે વાંસની વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!