વિનોદભાઇ પટેલ
23 મી મે થી 29 મી મે દરમિયાન રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત ગણેશ પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ સવારે જોષીયા ફળીયા ખાતે થી આજ થી પ્રારંભ થતા કથાના સપ્તાહની પોથી યાત્રા યોજવામાં આવી હતી. ધામધૂમ પૂર્વક નીક્ળરેલ પોથી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે પહોંચી હતી. જ્યા વ્યાસ પીઠ પર થી વલસાડના ગણેશજીની કથાકાર રાકેશભાઈ જોષી દ્વારા બપોરે 2 કલાકે સંગીતમય શૈલીમાં કથાનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ટ્રસ્ટ આયોજિત કથામાં નો આસ્વાદ માળવા માટે મંચ પર જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું હતું. તો પ્રથમ દિવસે ભગવાન ગણેશજી ના અવતરણની કથાનો પ્રારંભ કરતા વિવિધ મર્મ સમજાવતા વ્યાસપીઠ પર થી રાકેશભાઈ જોષીએ ભક્તોને અંતસુધી જકડી રાખી ભક્તિના રસમાં તરબોર કર્યા હતા.