Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મા મંત્રી સૌરભ પટેલે અનેક કામોના લોકાર્પણ ખાત મૂહર્ત કર્યા…

Share

અંકલેશ્વર ખાતે ગુજરાત સ્થાપના દિન પુર્વે મંત્રી સૌરભ પટેલે કુલ રૂ. ૧૧૧૬.૮૪ લાખના કામોની લોકાર્પણ અને ખાત મુહર્ત વિધી શનિવારના રોજ કરી હતી. સૌરભ પટેલે શનિવારે સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રૂ.૧૪૧.૩૩ કરોડના ખર્ચે નિર્મણ પામેલી પેટા વિભાગીય કચેરીનુ લોકાર્પણ કર્ય હતુ. ત્યારબાદ તેઓએ સજોદ-હજાત નેશનલ હાઈવેને જોડતા રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગની ખાતમુહર્ત વિધિ કરી હતી. સાથે જ સજોદ ખાતે નિર્માણ પામનાર ૬૬ કે.વી સબસ્ટેશન નુ પણ ખાતમુહર્ત કર્યુ હતુ. આ સબસ્ટેશન રૂ.૭૭૦ લાખના ખર્ચે બનાવાશે. આ ઉપરાંત તેમણે માટીએડ એપ્રોચરોડ રૂ.૬૦ લાખ તેમજ ધંતુરીયા માટીયેડ કોચલી રોડ રૂ.૩૨  લાખના કામોની પણ ખાતમુહર્ત વિધી કરી હતી. આ ઉપરાંત હરિપુરા, સાજોદ ગામે રૂ. ૬ લાખના ખર્ચે નિર્મિત ડ્રેનેજલાઈન તેમજ એલ.ઈ.ડી લાઈટસનુ લોકાર્પણ કર્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપા શહેર તાલુકા – જિલ્લા સંગઠનના સભ્યો તેમજ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના નેશનલ હાઇવે ૪૮ પર આઇસર ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં ૮ જેટલા લોકો ઘાયલ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે ગાલા ઇવેન્ટ ઉપલક્ષ્ય‌ યોજાયો.

ProudOfGujarat

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!