Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનાર યોજાયો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પાણીની વિકટ બનતી પરિસ્થિતિને અનુલક્ષીને તથા ભૂગર્ભજળ ખૂબ ઝડપથી ઊંડા જઈ રહ્યા હોય જેના વિશે લોકોને જળસંચય અને જળ સંરક્ષણ વિશે જાગૃત થવા અને ઉંડાણપૂર્વક તકનીકી માહિતી આપી લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.આઈ.ડી.સીની વિવિધ સોસાયટીના સભ્યોને જળ સંચય અને જળ સરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં જે સોસાયટીઓએ જલ સંરક્ષણ કર્યું છે તેવી સોસાયટીઓને પ્રોત્સાહન સ્વરૂપે તેઓના સભ્યોને ૭૫૦૦ થી ૧૫ હજાર સુધીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સદર સેમિનારમાં નોટીફાઈડ એરિયા ઓથોરીટીના ચીફ ઓફિસર આર.સી.ચૌહાણ,અશોક ચૌહાણ અને ઉદ્યોગ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે મારામારીનાં ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની ધરપકડ કરવા ભાજપા અને બોગજ ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!