વિનોદભાઇ પટેલ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી ના જમાદાર મેહુલભાઈ પટેલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના જીન ફળિયા વિસ્તારમાં GJ-16 BR-5437 નંબરની એકટીવા બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ વોચ ગોઠવી એકટીવા ગાડીની ધરપકડ કરતાં વધુ પૂછપરછ કરી હતી જેમાં એકટીવા ગાડીમાં મુકેલ વિદેશી દારૂના પાઉચ નંગ-૧૨૦ મળી આવેલ અને રોકડ રૂપિયા અને એકટીવા ગાડી સહીત બાઈક હાકનાર રાજેશભાઈ જયંતીભાઈ કટોસણાની ધરપકડ કરી કુલ ૩૧ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement