વિનોદભાઈ પટેલ
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ની શુભમ સોસાયટી માં બે મકાનો માં તસ્કરો ત્રાટકયા હતા પરીવાર ધાબા પર સૂતું હતું તે દરમ્યાન તસ્કરો બંન્ને મકાનો માંથી સોના ચાંદી ના દાગીના અને રોકડ રકમ મળી આશરે ૧ લાખ ૮૦ હજાર ઉપરાંત ની ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર ના સંજાલી ગામ પાસે આવેલ શુભમ સોસાયટી માં 38 નંબર ના મકાન માં રહેતા વીરેન્દ્ર મહેન્દ્ર શ્રી વાસ્તવ પરીવાર સાથે મકાન ના ધાબા પર સુતા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના મકાન ને નિશાન બનાવી દરવાજા નું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડા ૧ લાખ રૂપિયા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
વીરેન્દ્ર શ્રીવાસ્તવ સવારે ધાબા પર થી નીચે આવી જોતા તિજોરી તૂટેલી હતી અને ૧ લાખ રૂપિયા તેમજ સોના ચાંદી ના દાગીના ગાયબ જણાતા તેઓને ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરો આ સોસાયટી માં અન્ય ૪૦ નંબર ના મકાન માં રહેતા લગનસીંગ ના મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી અંદર મુકેલ રોકડા રૂપિયા ૭ હજાર તેમજ સોના ચાંદી ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી બન્ને મકાન માં થી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આશરે ૧ લાખ ૮૦ હજાર ની ચોરી અંગે ની ફરિયાદ દર્જ કરવા ની તજવીજ હાથ ધરી છે.
હાલ તો પોલીસે બંને મકાન માલિકોની ફરીયાદ નોંધી ડોગ સ્ક્રોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.