Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:માંડવા ખાતે ટોલટેક્ષ ભર્યા વિના જતા ટ્રક ચાલકને રોકવા જતા ટોલટેક્ષ કર્મીનું મોત…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરના માંડવા ટોલટેક્ષ ઉપર એક ટ્રક ચાલક ટોલ ભર્યા વિના પસાર થતો હતો.જેને રોકવા ગયેલા કર્મીને ટ્રક ચાલકે ટ્રકને પુરઝડપે હંકારી ટક્કર મારતા ટોલટેક્ષ કર્મી ગંભીર ઇજાઓના પગલે મોતને ભેટ્યો હતો.અંકલેશ્વરના માંડવા ખાતે આવેલા ટોલટેક્ષ પ્લાઝા ઉપર ભરૂચ થી અંક્લેશ્વર જવાના ટ્રેક ઉપર ટ્રક નંબર GJ–07-UU-6960 ના ચાલકે પોતાના કબ્જામાની ટ્રકનો ટોલ ટેક્ષ ભર્યા વગર ભાગવા જતા ટોલટેક્ષ ઉપર ફરજ બજાવતા લક્ષ્મણલાલ મીશ્રાલાલ જાતે પ્રજાપતિ ઉ.વ ૩૨ રહે,મસુદા ગામ તા-બીવાના જીલ્લો-અજમેરનાઓએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો.ત્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રક પુર-ઝડપે અને બેફામ હંકારી ટોલ નહીં ભરવા તેને રોકવા પ્રયત્ન કરનાર ટોલટેક્ષ કર્મીને ટક્કર મારતા તેને માથાના તેમજ જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચાડતા ટોલટેક્ષ કર્મીનું કરૂણ મોત નીપજ્યું હતું. જે અંગે અંકલેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ટ્રક લઈ નાસતા આરોપીને ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement


Share

Related posts

મહેમદાવાદ તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ બળવો કરતા તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક

ProudOfGujarat

મોરબી : હળવદ ના દેવળીયા પાટિયા પાસે નાઇટ્રિક કેમિકલ ભરેલ ટેન્કર પલટી માર્યું,

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામની સીમમાં ખેડૂત સમાજનું સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!