વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા અલગ અલગ બે બનાવમાં ગળે ફાંસો ખાઈ લેતા બેના મોત નીપજ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સીના માનવ મંદિર સ્થિત સુફલમ સોસાયટીમાં રહેતા વર્ષીય ૪૫ રામા રાવભાઈ તયડેએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટુકાવી દીધું હતું.બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ જ્યારે મૃતકને અંકલેશ્વર નગરપાલિકાના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારે મૃતકનો મૃતદેહ બાર કલાક સુધી પડી રહ્યો હતો પરંતુ કોઈપણ ડોક્ટર ના આવતા પરિવારજનોમાં આક્રોશ તેમજ તત્રં સામે નારાજગી જણાતી હતી. ત્યારે વારંવાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ની સમસ્યાઓ બનતી રહે છે. સરકારી હોસ્પિટલમાં અંકલેશ્વર નગર પાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હોય હાલ જોતા તો એવું જ લાગી રહ્યું છે. હાલ નગરપાલિકા આ મુદ્દા પર ધ્યાન આપશે ખરી કે પછી પોતાના ઘરની કોઈ આવી ઘટના બનશે ત્યારે તેમની આંખ ખુલશે તે હવે જોવાનું રહ્યું.