કોર્ટમા કેસ હોવા છતા શાળામા આચાર્યએ બિલ્ડીંગ તોડવા જાહેરાત આપી.
જિ.પં શિક્ષણ સમિતિએ કોર્ટ મેટર હોવાથી યથાવત રાખવા ઠરાવ કર્યો છે.
અંકલેશ્વર તાલુકના અંદાડા ગામે આવેલી પ્રાથમિક કન્યાશાળા ના આચાર્ય એ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ઉપરવટ જઈને સાત ઓરડા તોડવાની જાહેરાત આપી દેતા વિવાદ જન્મ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંદાડા ગામે આવેલ પ્રાથમિક કન્યાશાળા ના ૭ ઓરડા જર્જરીત હોવાથી એને તોડવાની સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવે સરથી બનાવવા માટે શાળામા મુખ્ય શિક્ષકે રજુઆત કરી હતી. જેની સામેજ અંદાડાના રહીશ અને તાલુકા પંચાયતના ભુતપુર્વ પ્રમુખ યોગેન્દ્ર સિંહ મહારાઉલજીએ અંકલેશ્વર સીવીલ કોર્ટમા અપીલ દાખાલ કરી આ કામગીરી આટકાવવા માટે સ્ટે માંગ્યો છે. યોગેન્દ્ર સિંહ ના જણાવ્યા અનુસાર આ શાળાનુ બિલ્ડીંગ મજબુત અને ટકાઉ હોવાથી એને ડિમોલિશ કરવાની કોઈ જરૂર નથી. આ અંગે તેમણે કોર્ટમા એવી પણ રજુઆત કરી હતી કે કોર્ટ કમિશ્નર ની નિમણુંક કરી આ બિલ્ડીંગ ની તપાસ કરવાની રજુઆત પણ કરી હતી જે સંદર્ભે સ્થળ તપાસનો રીપોર્ટ પણ કોર્ટમા રજુ કરી દેવાય છે. બીજી તરફ કોર્ટમા આ મેટર પેન્ડીંગ હોવા છતા શાળાના ઓરડા તોડવા માટે જાહેર હરાજીની જાહેરાત પ્રસિધ્ધ કરાતા વિવાદ જન્મ્યો છે. તા.૨૬ મી એપ્રિલ ૨૦૧૮ ના રોજ ફરી આચાર્ય એ જાહેરાત આપતા યોગેન્દ્ર સિંહ મહારાઉલજીએ મુખ્ય શિક્ષક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સ્ટેટ પ્રોજેકટ ડાયારેકટર ને નોટીસ આપી આ કામગીરી અટકાવી કોર્ટના આદેશની રાહ જોવા તાકીદ કરી છે. નોંધનીય છે કે પ્રાથમિક કન્યાશળા ના સાબુત અને મજબુત બિલ્ડીંગ ને તોડતા આટકાવવા માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમા ઠરાવ પણ થયો છે. આ સમિતિમા સામ્ય મગન પટેલ( માસ્તર ) એ જણાવ્યુ હતુ કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ઠરાવની ઉપરવટ જઈને આ રીતે જાહેર હરાજી ગોઠવવામા આવે એ ન્યાયની વિરૂધ્ધ છે અને આમા ભ્રષ્ટ્રાચાર નુ રાજકારણ રમાતુ હોવાનુ લાગી રહ્યુ છે. આ બાબતે હવે આગળ કોર્ટમા ચુકાદો આવે છે એ જોવુ રહ્યુ. હાલતો વિવાદ ચરણ સીમાએ પહોંચ્યો છે.