Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ…

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસ ઉપરાંત થી શહેરની આંતરિક ગટર અને કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. અંદાજિત 10 લાખના ખર્ચે વિવિધ કાંસ અને ગટર સાફ કરી ઊંડા કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષ થી આમલાખાડી ઉભરાતા પશ્ચિમ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય છે એ આમલાખાડીનું ડ્રેનેજ એન્ડ ઇરીગેશન વિભાગ દ્વારા આમાલખાડી ચાલુ વર્ષે સફાઈ કરશે. અંદાજિત 24 કીમી લાંબી આમલાખાડીને ઊંડી કરવા તેમજ અવરોધ રૂપ વિસ્તાર સાફ કરશે.

Advertisement

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલ આંતરિક વરસાદી કાંસ તેમજ પાકી ગટરોની સફાઈ કામગીરી છેલ્લા 10 દિવસ ઉપરાંત થી હાથ ધરવામાં આવી છે. પ્રિમોન્સુન કામગીરીના ભાગ રૂપે અંદાજિત 10 લાખ ઉપરાંતના ખર્ચે તમામ ગટર અને મુખ્ય કાંસને સાફ કરવામાં આવશે. આ ઉપરાંત અંકલેશ્વર એસ.ડી.એમની અધ્યક્ષતા હેઠળ નોટીફાઈડ વિભાગ, જીઆઈડીસી વિભાગ, ડ્રેનેજ અને ઇરીગેશન વિભાગ તેમજ પાલિકા અધિકારીઓ મળેલી તાજેતરમાં બેઠકમાં આમલાખાડીને બાકરોલ થી લઇ ધંતુરીયા નર્મદા કેચમેન એરિયા સુધી અંદાજિત 40 કીમી આમાલખાડી સફાઈ ની કામગીરી ચાલુ વર્ષે ઇરીગેશન વિભાગને સોંપવામાં આવી છે. જેમાના દ્વારા પાણી પ્રવાહને અવરોધ રૂપ સ્થળો દૂર કરી પાણી સરળતા વહે તે માટે ઊંડું કરાવામાં આવશે તેમજ જરૂર લાગે તે વિસ્તારના અવરોધો દૂર કરાવમાં આવશે. આ અંગે ઇરીગેશન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.ડી.વાધેલા ટૂંકમાં કામગીરી ડિપાર્મેન્ટ દ્વારા જેસીબી અને ફોકલેન્ડ મશીન વડે કામ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષ થી આંબોલી સી.આઈ.એસ.એફ કેમ્પ પાસે થી પારો તોડી આમલાખાડીના પાણી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરી વરે છે જેને લઇ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. આ અંગે પાલિકા દ્વારા એસ.ડી.એમ અંકલેશ્વરનું ધ્યાન દોરી આ પારાનું મજબૂતીકરણ કરવામાં આવે તેમજ આમાલખાડી અને કાંસની સફાઈ અંગે ધ્યાન દોર્યું હતું.


Share

Related posts

ભરૂચના ગૂગલ બોય તરીકે જાણીતા અનય સિંગે 7 વર્ષમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા.

ProudOfGujarat

BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષીને સન્માનિત કરાયા

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાની કચરાની ગાડીએ મહિલાને અડફેટે લેતા ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!